Luke 12:46 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો જે દહાડે તે વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવામાં તે દાસનો માલિક આવશે, અને તેને કાપી નાખશે, અને તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો પછી પેલો નોકર ધારતો ન હોય અને જાણતો ન હોય એવા સમયે તેનો શેઠ એક દિવસે પાછો આવશે. શેઠ તેના કાપીને ટુકડે ટુકડા કરી નાખશે; અને નાસ્તિકોના જેવા તેના હાલ કરશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો જે દિવસે તે રાહ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, [તે ઘડીએ] તે દાસનો ધણી આવશે, ને તેને કાપી નાખીને, તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી પેલા દાસનો ધણી આવશે ત્યારે પેલો દાસ તૈયાર હશે નહિ. દાસે ધારણા નહિ કરી હોય કે ધણી આવશે તેવા સમયે તે આવશે પછી ધણી પેલા દાસને શિક્ષા કરશે. ધણી તેને બીજા લોકો જે તેની આજ્ઞા પાળતા નથી તેમની સાથે દૂર કાઢી મૂકશે.