Luke 13:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસુએ તેઓને કહ્યું, તમે જઈને એ શિયાળવાને કહો કે, જુઓ, આજકાલ તો હું દુષ્ટાત્માઓને કાઢું છું અને રોગ મટાડું છું અને પણ ત્રીજે દિવસે મારું કામ પૂરું થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુએ તેમને જવાબ આપ્યો, “એ શિયાળવાને જઈને કહો; હું આજે અને આવતીકાલે દુષ્ટાત્માઓ કાઢવાનો છું તથા લોકોને સાજા કરવાનો છું, પરમ દિવસે હું મારું કાર્ય પૂરું કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓને તેમણે કહ્યું, “તમે જઈને તે લોંકડાને કહો, જુઓ, આજકાલ, હું દુષ્ટાત્માઓને કાઢું છું, અને રોગ મટાડું છું. ને ત્રીજે દિવસે હું સંપૂર્ણ કરાઈશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુએ તેઓને કહ્યું, “જાઓ, જઇને તે શિયાળવા ને કહો આજે અને આવતીકાલે હું લોકોમાંથી અશુદ્ધ આત્મા બહાર કાઢું છું અને સાજા કરવાનું મારું કામ પૂરું કરી રહ્યો છું. પછી બીજે દિવસે કામ પૂરું થઈ જશે.