Luke 14:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અથવા કયો રાજા એવો છે કે બીજા રાજાની સામે લડાઈ કરવા જતો હોય, પણ પહેલાં બેસીને વિચાર નહિ કરે, કે જે વીસ હજાર સૈનિકો લઈને મારી સામે આવે છે, તેની સામે હું દસ હજાર સૈનિકોને લઈ લડી શકીશ કે નહિ?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પોતાની સામે વીસ હજાર સૈનિકો લઈને ચઢી આવેલા રાજાની સામે દશ હજાર સૈનિકો લઈને લડવા જતાં પહેલાં કોઈ પણ રાજા પ્રથમ બેસીને પેલા રાજાનો સામનો કરવા પોતે સમર્થ છે કે નહિ તેનો વિચાર નહિ કરે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અથવા ક્યો રાજા એવો છે કે જે બીજા રાજાની સામે લડાઈ કરવા જતાં પહેલાં બેસીને વિચાર નહિ કરે કે, જે વીસ હજાર [સૈનિકો] લઈને મારી સામે આવે છે, તેની સામે હું દશ હજારથી થઈ શકીશ કે નહિ?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કોઈ રાજા બીજા રાજાની સામે લડાઇ કરવા જવાનો હશે તો પહેલા બેસીને આયોજન કરશે. જો રાજા પાસે ફક્ત 10,000 માણસો હશે તો તે એમ જોવાની યોજના કરશે કે તે બીજા રાજા પાસે 20,000 માણસો છે તેને હરાવી શકે તેમ છે કે કેમ?