Luke 14:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'કોઈ તને લગ્નમાં નિમંત્રે ત્યારે મુખ્ય આસન પર બેસી ન જા. એમ ન થાય કે તારા કરતાં કોઈ વિશેષ માનવંતા માણસને તેણે નિમંત્રણ આપેલું હોય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“કોઈ તમને લગ્નજમણમાં નિમંત્રણ આપે તો મુખ્ય સ્થાનમાં જઈને ન બેસો. કદાચ એવું બને કે તમારા કરતાં કોઈ વધુ પ્રતિષ્ઠિત માણસને નિમંત્રણ આપવામાં આવ્યું હોય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“કોઈ તને લગ્નમાં નોતરે ત્યારે મુખ્ય આસન પર ન બેસ; રખેને તારા કરતાં કોઈ માનવંતો માણસ તેણે નોતરેલો હોય,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જ્યારે કોઈ માણસ તમને લગ્નમાં નિમંત્રણ આપે તો સૌથી મહત્વની બેઠક પર ના બેસો. તે માણસે કદાચ તમારા કરતાં વધારે મહત્વના માણસને નિમંત્રણ આપ્યું હોય.