Luke 15:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને થોડા દિવસો પછી નાનો દીકરો બધું ભેગું કરીને દૂર દેશમાં ચાલ્યો ગયો, અને ત્યાં મોજમજામાં પોતાની સંપત્તિ વેડફી નાખી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
થોડા જ દિવસો પછી નાના પુત્રે મિલક્તનો પોતાનો ભાગ વેચી દીધો અને તેમાંથી મળેલા પૈસા લઈ ઘેરથી જતો રહ્યો. તે દૂર દેશમાં ચાલ્યો ગયો; અને ત્યાં ભોગવિલાસમાં પોતાના બધા પૈસા વેડફી માર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
થોડા દિવસ પછી નાનો દીકરો બધું એકઠું કરીને દૂર દેશમાં ગયો. અને ત્યાં મોજમઝામાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પછી તે નાનો દીકરો તેની પાસે જે બધું હતું તે ભેગું કરીને ચાલ્યો ગયો. તે દૂર દૂર બીજા એક દેશમાં ચાલ્યો ગયો. ત્યાં તે દીકરાએ તેના પૈસા મૂર્ખની જેમ વેડફી નાખ્યા.