Luke 15:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ આ તમારો દીકરો કે જેણે વેશ્યાઓ પાછળ તમારી મિલકત વેડફી નાખી છે, તે પાછો આવ્યો ત્યારે તમે તેને સારુ મિજબાની આપી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ આ તમારા પુત્રે વેશ્યાઓની પાછળ તમારી બધી સંપત્તિ વેડફી નાખી, અને છતાં તે ઘેર પાછો ફર્યો છે, ત્યારે તમે તેને માટે ષ્ટપૃષ્ટ વાછરડો કપાવો છો!’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ આ તમારો દીકરો વેશ્યાઓની સાથે તમારી મિલકત ખાઈ ગયો, તે પાછો આવ્યો ત્યારે તમે તેને માટે પાળેલા વાછરડાને કપાવ્યો છે!’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ તારા બીજા દીકરાએ કસબણો પાછળ તારા બધા પૈસા વેડફી દીધા અને તે ઘરે આવે છે ત્યારે તું તેને માટે એક રુંષ્ટપુષ્ટ વાછરડું કપાવે છે?’