Luke 15:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'જો કોઈ માણસ પાસે સો ઘેટાં હોય, અને એ સો ઘેટાંમાંથી એક ઘેટું ખોવાય, તો શું તે પેલાં બાકીનાં નવ્વાણું ઘેટાંને અરણ્યમાં મૂકીને ખોવયેલું ઘેટું મળે નહિ ત્યાં સુધી તેની શોધમાં નહિ જાય?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“ધારો કે તમારામાંના કોઈની પાસે સો ઘેટાં હોય અને તેમાંનું એક ખોવાઈ જાય, તો તે શું કરશે? તે બાકીનાં નવ્વાણું ઘેટાંને ટેકરી પર ચરતાં મૂકીને પેલું ખોવાયેલું ઘેટું મળે ત્યાં સુધી તેની શોધ કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“તમારામાં એવું ક્યું માણસ હોય કે, જો તેને સો ઘેટાં હોય, અને તેઓમાંનું એક ઘેટું ખોવાયું હોય, તો પેલાં નવ્વાણુંને અરણ્યમાં મૂકીને ખોવાયેલું મળે ત્યાં સુધી તે તેની શોધમાં નહિ જાય?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ધારોકે તમારામાંના કોઈ એક પાસે 100 ઘેટાં છે, પણ તેઓમાનું એક ખોવાઇ જાય છે. પછી તે બીજા 99 ઘેટાં એકલાં મૂકીને ખોવાયેલા ઘેટાંને શોધવા નીકળશે. તે માણસ જ્યાં સુધી તે ખોવાયેલું ઘેટું પાછું નહિ મળે ત્યાં સુધી તેની શોધ ચાલુ રાખશે.