Luke 17:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસે જેઓ ઘરની અગાશી પર હોય, તેઓએ સામાન લેવા સારુ નીચે ઊતરવું નહિ, અને જે ખેતરમાં હોય તેણે પણ ત્યાંથી પાછા આવવું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તે દિવસે જે માણસ ઘરના છાપરા પર હોય, તેણે ઘરમાંથી પોતાની માલમિલક્ત લેવા ઊતરવું નહિ; એ જ પ્રમાણે જે માણસ ખેતરમાં ગયો હોય, તેણે ઘેર પાછા આવવું નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે દિવસે જે ધાબા પર હોય, અને તેનો સામાન ઘરમાં હોય તો તે લેવા માટે તેણે નીચે ઊતરવું નહિ; જે ખેતરમાં હોય તેણે પણ પાછા ફરવું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તે દિવસે જો માણસ ધાબા પર હોય તો તેની પાસે અંદર જઇને સામાન લેવાનો પણ સમય નહિ હોય. જો માણસ ખેતરમાં હોય તો તે પાછો ઘરે જઇ શકશે નહિ.