Luke 17:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તમારામાંનો એવો કોણ છે કે જેનો ચાકર [ખેતર] ખેડતો હોય અથવા [ઘેટાં] ચરાવતો હોય, અને તે [ચાકર] જયારે ખેતરમાંથી આવે, ત્યારે તેને કહે કે, આવીને તરત જમવા બેસ?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“ધારો કે, તમારામાંના કોઈ એકને એક નોકર છે. તે ખેતર ખેડવાનું અથવા ઘેટાંની દેખભાળ રાખવાનું કાર્ય કરે છે. જ્યારે તે ખેતરમાંથી આવે છે, ત્યારે શું તમે આવું કહો છો કે, ‘ચાલ, આવીને જમવા બેસી જા?’ બેશક નહિ! એને બદલે, તમે આવું કહો છો:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તમારામાંનો એવો કોણ છે કે જેનો ચાકર ખેડતો અથવા ચારતો હોય, તે [ચાકર] જ્યારે ખેતરમાંથી આવે, ત્યારે તેને કહે છે કે, ‘આવીને તરત જમવા બેસ?’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ધારો કે તમારામાંના કોઈ એક પાસે નોકર છે કે જે ખાતરમાં કામ કરે છે. નોકર ખેતરમાં જમીન ખેડતો અથવા ઘેટાંની સંભાળ રાખતો હોય છે. જ્યારે તે કામ પરથી આવે છે, ત્યારે તમે તેને શું કહેશો? તમે તેને કહેશો કે, ‘અંદર આવ અને જમવા માટે બેસી જા’?