Luke 17:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે કરતાં, શું તે એમ નહિ કહેશે કે, મારું ભોજન તૈયાર કર, અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર; અને તું પછી ખાજે પીજે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
‘મારે માટે રસોઈ તૈયાર કર, અને હું ખાઉંપીઉં ત્યાં લગી મારી ખડેપગે સેવા કર; તું પછીથી ખાજેપીજે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એથી ઊલટું, શું તે તેને એમ નહિ કહેશે કે, ‘મારું વાળું તૈયાર કર, અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર; અને પછી તું ખાજેપીજે?’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ના! તમે તમારા નોકરને કહેશો, મારા માટે કંઈક ખાવાનું તૈયાર કર. પછી કપડાં પહેર અને મારી સેવા કર. જ્યારે હું ખાવા પીવાનું પુરું કરું પછી તું ખાજે.