Luke 2:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના, એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. અને તે પોતાનાં લગ્ન પછી પોતાના પતિની સાથે સાત વર્ષ સુધી રહી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આશેરના કુળના ફાનુએલની દીકરી આન્ના ઈશ્વરની સંદેશવાહિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. સાત વર્ષનું પરિણીત જીવન ગાળ્યા પછી તે ચોર્યાસી વર્ષથી વિધવા હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આશેરનાં કુળની, ફનુએલની દીકરી, હાન્ના નામે, એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. તે પોતાના કુંવારાપણા પછી પોતાના પતિની સાથે સાત વરસ સુધી રહી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મંદિરમાં હાન્ના નામની એક પ્રબોધિકા રહેતી હતી. જે આશેરના કુળની ફનુએલની પુત્રી હતી. હાન્ના ઘણી વૃદ્ધ હતી. લગ્નજીવનના સાત વર્ષ પછી તેના પતિનું અવસાન થતાં તે એકલી રહેતી હતી.