Luke 20:46 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'શાસ્ત્રીઓથી સાવધાન રહો, કેમ કે તેઓ ઝભ્ભા પહેરીને ફરવાનું, તથા ચોકમાં સલામો પામવાનું તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“નિયમશાસ્ત્રના શિક્ષકોથી સાવધ રહો; તેમને લાંબા ઝભ્ભા પહેરી ફરવાનું ગમે છે અને જાહેરસ્થાનોનાં વંદન ઝીલવાનું ગમે છે; તેઓ ભજનસ્થાનોમાં શ્રેષ્ઠ બેઠકો અને ભોજન સમારંભોમાં અગત્યનાં સ્થાનો પસંદ કરે છે;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“શાસ્‍ત્રીઓથી સાવધાન રહો, કેમ કે તેઓ જામા પહેરીને ફરવાનું, ચૌટાઓમાં સલામો, તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગાઓ ચાહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“શાસ્ત્રીઓથી સાવધાન રહો. તેઓને કપડાં પહેરીને આજુબાજુ ફરીને માનવંતા દેખાડવાનું ગમે છે. બજારનાં સ્થળોએ તેઓને લોકો માન આપે તેમ તેઓ ઈચ્છે છે. તેઓ સભાસ્થાનોમાં, મુખ્ય મહત્વની બેઠકો મેળવવા ચાહે છે. તેઓ જમણવારમાં પણ મહત્વની બેઠકો ચાહે છે.