Luke 21:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને મોટા ધરતીકંપો થશે, તથા ઠેરઠેર દુષ્કાળ તથા મરકીઓ થશે; સ્વર્ગમાંથી ભયંકર ઉત્પાત તથા ભયાનક ચમત્કારિક ચિહ્નો થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોટા મોટા ધરતીકંપો થશે, ઠેકઠેકાણે દુકાળ પડશે અને રોગચાળો ફાટી નીકળશે; આકાશમાં ભયંકર દૃશ્યો અને મોટી નિશાનીઓ દેખાશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મોટા મોટા ધરતીકંપો [થશે], તથા ઠેરઠેર દુકાળો પડશે તથા મરકીઓ ચાલશે; અને આકાશમાંથી ભયંકર ઉત્પાત તથા મોટાં મોટાં ચિહ્નો થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાં મોટા ધરતીકંપ, મંદવાડ અને દુ:ખલાયક બાબતો ઘણી જગ્યાએ થશે. બીજી કેટલીક જગ્યાએ તો લોકોને ખાવા માટે ભોજન પણ નહિ હોય, ભયંકર બનાવો બનશે. આકાશમાંથી આશ્ચર્યજનક વસ્તુઓ લોકોને ચેતવણી આપવા આવશે.