Luke 21:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે એ સહુએ પોતાની જરૂરીયાત કરતાં વધારે હતું તેમાંથી દાન પેટીમાં કંઈક આપ્યું છે, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, બીજાઓએ તો તેમની સંપત્તિમાંથી જે કંઈ ફાજલ પાડી શકાય તેમાંથી અર્પણ કર્યું; પણ તેણે તો પોતે ગરીબ હોવા છતાં જીવનનિર્વાહ માટે જે કંઈ હતું તે બધું આપી દીધું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે એ સહુએ પોતાના વધારામાંથી દાનોમાં કંઈક નાખ્યું; પણ એણે પોતાની તંગીમાંથી પોતાની જે ઉપજીવિકા હતી તે બધી નાખી દીધી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ધનવાન લોકો પાસે પુષ્કળ છે, તેઓએ તો ફક્ત તેમની પાસે જે વધારાનું છે તેમાંથી જ આપ્યું છે. આ સ્ત્રી ઘણી ગરીબ છે. પણ તેણે તેની પાસે હતું તે બધું જ આપ્યું છે. અને તે પૈસા તેના જીવનમાં સહાય માટે જરૂરી હતા.”