Luke 22:47 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે હજી બોલતા હતા એટલામાં, જુઓ, ઘણાં લોકો આવ્યા, યહૂદા નામે બાર શિષ્યોમાંનો એક તેઓની આગળ ચાલતો હતો; તે ઈસુને ચુંબન કરવા સારુ તેમની પાસે આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુ હજુ તો બોલતા હતા તેવામાં એક ટોળું આવ્યું. બાર શિષ્યોમાંનો એક એટલે યહૂદા તેમનો આગેવાન હતો. તેણે પાસે આવીને ઈસુને ચુંબન કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે હજી બોલતા હતા એટલામાં તો ઘણા લોકો આવ્યા, અને યહૂદા કરીને બારમાંનો એક તેઓની આગળ ચાલતો હતો. તે ઈસુને ચુંબન કરવા માટે તેમની પાસે આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે ઈસુ બોલતો હતો ત્યારે એક લોકોનું ટોળું આવ્યું. બાર પ્રેરિતોમાંનો એક સમૂહને દોરતો હતો. તે યહૂદા હતો. યહૂદા ઈસુની નજીક આવ્યો જેથી તે ઈસુને ચૂંબન કરી શકે.