Luke 22:53 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું રોજ તમારી સાથે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ હાલ તમારો અને અંધકારનાં અધિકારનો સમય છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું રોજ મંદિરમાં તમારી સાથે હતો, પણ તમે મને પકડયો નહિ. પણ અત્યારે અંધકારનો અધિકાર જામ્યો છે, અને તમારે માટે કાર્ય કરવાનો સમય આવી પહોંચ્યો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું રોજ તમારી સાથે મંદિરમાં હતો, ત્યારે તમે મારા પર હાથ નહોતા નાખ્યા! પણ આ તમારી ઘડી તથા અંધકારનું સામર્થ્ય છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું દરરોજ મંદિરમાં તમારી સાથે હતો. ત્યાં મને પકડવાનો પ્રયત્ન તમે શા માટે ન કર્યો? પણ આ તમારો સમય છે, એવો સમય જ્યારે અંધકારનું સાર્મથ્ય હોય છે.”