Luke 23:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેઓ તેમને લઈ જતા હતા ત્યારે સિમોન નામે કુરેનીનો એક માણસ જે બહારગામથી આવતો હતો તેને તેઓએ પકડ્યો, અને તેના ખભા પર વધસ્તંભ ચઢાવ્યો, કે તે ઊંચકીને તે ઈસુની પાછળ ચાલે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ ઈસુને લઈ ગયા. જતાં જતાં તેમને કુરેનીનો સિમોન મળ્યો. તે ગામડેથી શહેરમાં આવતો હતો. તેમણે તેને પકડયો, તેની પાસે ક્રૂસ ઊંચકાવ્યો અને ઈસુની પાછળ પાછળ આવવા કહ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ તેમને લઈ જતા હતા ત્યારે સિમોન કરીને કુરેનીનો એક માણસ સીમમાંથી આવતો હતો, તેને પકડીને તેઓએ તેની કાંધે વધસ્તંભ ચઢાવ્યો કે, તે તે ઊંચકીને ઈસુની પાછળ ચાલે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુને મારી નાખવા સૈનિકો દૂર લઈ જતા હતા. તે જ સમયે સીમમાંથી એક માણસ શહેરમાં આવતો હતો. તેનું નામ સિમોન હતું. સિમોન, કુરેની શહેરનો હતો. સૈનિકોએ સિમોનને ઈસુનો વધસ્તંભ તેની ખાંધે ચઢાવીને ઈસુની પાછળ ચાલવા ફરજ પાડી.