Luke 23:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે એવા દિવસો આવશે કે જેમાં તેઓ કહેશે કે, જેઓ નિ:સંતાન છે તથા જેઓને પેટે કદી સંતાન થયું નથી, અને જેઓએ કદી સ્તનપાન કરાવ્યું નથી, તેઓ આશીર્વાદિત છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, એવા દિવસો આવશે જ્યારે લોકો કહેશે, ‘જેમને કદી છોકરાં થયાં નથી, જેમણે કદી બાળકોને જન્મ આપ્યો નથી અને જેમણે તેમને સ્તનપાન કરાવ્યું નથી તેમને ધન્ય છે!’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે એવા દિવસ આવે છે કે જેમાં તેઓ કહેશે કે, “જેઓ વાંઝણી છે તથા જેઓના પેટે કદી સંતાન થયું નથી, અને જેઓએ કદી ધવડાવ્યું નથી, તેઓને ધન્ય છે!”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સમય એવો આવે છે કે જ્યારે લોકો કહેશે કે, ‘એ સ્ત્રીઓને ધન્ય છે જેઓને બાળકો થઈ શકતા નથી. તે સ્ત્રીઓને ધન્ય છે કે જેઓએ બાળકોને જન્મ આપ્યો નથી. અને જેઓએ બાળકોને ધવડાવ્યું નથી.’