Luke 23:35 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લોકો એ જોતાં ઊભા રહ્યા હતા. અને અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતાં હતા કે, 'તેમણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, એટલે તેમનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લોકો ઊભા ઊભા નિહાળતા હતા, પણ યહૂદી આગેવાનો ઈસુની મશ્કરી ઉડાવતા હતા, “તેણે બીજાઓને બચાવ્યા; જો તે ઈશ્વરે પસંદ કરેલ મસીહ હોય, તો પોતાને બચાવે!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લોકો જોતા ઊભા હતા. અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતા હતા, “તેણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, [એટલે] તેમનો પસંદ કરેલો હોય, તો તે પોતાને બચાવે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લોકો ત્યાં ઊભા રહીને ઈસુને જોતા હતા. યહૂદિ અધિકારીઓ ઈસુની મશ્કરી કરતાં હતા. તેઓએ કહ્યું કે, “જો તે દેવનો એક પસંદ કરાયેલ ખ્રિસ્ત હોય તો તેને તેનો બચાવ તેની જાતે કરવા દો. તેણે બીજા લોકોને બચાવ્યા છે. શું તેણે નથી બચાવ્યા?”