Luke 24:39 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારા હાથ તથા મારા પગ જુઓ, કે એ હું પોતે છું; મને હાથ અડકાડીને જુઓ; કેમ કે જેમ તમે જુઓ છે કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતા નથી.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા હાથ અને મારા પગ જુઓ અને જાણો કે એ તો હું પોતે છું. મને સ્પર્શી જુઓ એટલે તમને ખબર પડશે; કારણ, જેમ મને છે તેમ આત્માને હાડમાંસ હોતાં નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારા હાથ તથા પગ જુઓ કે, એ હું પોતે છું! મને હાથ અડકાડીને જુઓ; કેમ કે જેમ તમે જુઓ છો કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતાં નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારા હાથો અને પગો તરફ જુઓ. તે ખરેખર હું જ છું! મને સ્પર્શ કરો. તમે જોઈ શકશો કે મારી પાસે જીવંત શરીર છે; ભૂતને આના જેવું શરીર હોતું નથી.”