Luke 4:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ ઊઠીને ઈસુને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા સારુ જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેના ઢોળાવ પર તેઓ ઈસુને લઈ ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે ઊઠીને ઈસુને નગર બહાર કાઢી મૂક્યા, અને તેમને કરાડ પરથી ફેંકી દેવા, તેમનું નગર જે પહાડ પર બંધાયેલું હતું તેના શિખર પર લઈ ગયા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ ઊઠીને તેમને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા માટે જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેની કોરે તેઓ તેમને લઈ ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે બધા ઊભા થઈ ગયા અને ઈસુને ગામની બહાર હાંકી કાઢ્યો. તેઓનું શહેર પહાડ ઉપર બાંધ્યું હતું, તેની ટોચ પર તેને લઈ ગયા, જેથી તેને ઘક્કો મારીને નીચે ખીણમાં હડસેલીને ગબડાવી શકાય.