Luke 4:42 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દિવસ ઊગ્યો ત્યારે ઈસુ નીકળીને ઉજ્જડ જગ્યાએ ગયા, લોકો તેમને શોધતાં શોધતાં તેમની પાસે આવ્યા, તે તેઓની પાસેથી ચાલ્યા ન જાય માટે તેઓએ તેમને રોકવા પ્રયત્નો કર્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુ પરોઢિયે નગર બહાર એક્ંત જગ્યામાં જતા રહ્યા. લોકો ઈસુને શોધવા લાગ્યા, અને તે તેમને મળ્યા એટલે તેમણે તેમને જતા રોકાયા. પણ તેમણે તેમને કહ્યું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દિવસ ઊગ્યો ત્યારે તે ત્યાંથી નીકળીને ઉજ્‍જડ સ્થળે ગયા અને લોકો તેમની શોધ કરતા કરતા તેમની પાસે આવ્યા, અને તે તેઓની પાસેથી જાય નહિ માટે તેઓએ તેમને અટકાવવાને યત્ન કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજે દિવસે વહેલી સવારે ઈસુ અરણ્યમાં એકાંત માટે ચાલ્યો ગયો. લોકો તેને શોધતાં શોધતાં ત્યાં પણ આવી પહોંચ્યા. અને તેઓએ તેને છોડીને નહિ જવા ઘણું દબાણ કર્યુ.