Luke 5:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એક દિવસ ઈસુ બોધ કરતા હતા, ત્યારે ફરોશીઓ તથા નિયમશાસ્ત્રીઓ ગાલીલના ઘણાં ગામોમાંથી, યહૂદિયાથી તથા યરુશાલેમથી આવીને ત્યાં બેઠા હતા, અને બીમારને સાજાં કરવા સારુ ઈશ્વરનું પરાક્રમ ઈસુની પાસે હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એક દિવસે ઈસુ ઉપદેશ આપતા હતા ત્યારે ગાલીલ તથા યહૂદિયાના બધા નગરોમાંથી અને યરુશાલેમથી આવેલા કેટલાક ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકો ત્યાં બેઠા હતા. માંદાઓને સાજા કરવા માટે ઈસુ પાસે પ્રભુનું પરાક્રમ હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એક દિવસ તે બોધ કરતા હતા ત્યારે ગાલીલના પ્રત્યેક ગામમાંથી, યહૂદિયાથી તથા યરુશાલેમથી આવીને ફરોશીઓ તથા નિયમોપદેશકો ત્યાં બેઠા હતા. અને [માંદા માણસોને] સાજા કરવા માટે પ્રભુનું પરાક્રમ તેમની પાસે હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક વખત ઈસુ ઉપદેશ આપતો હતો ત્યારે કેટલાક ફરોશીઓ અને નિયમોપદેશકો ત્યાં આવીને બેઠા. તે બધા ગાલીલ, યહૂદિયા અને યરૂશાલેમના હતા. ઈસુ પાસે રોગીઓને સાજા કરવા પ્રભુનું પરાક્રમ હતું.