Luke 5:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સઘળા આશ્ચર્ય પામ્યા, તેઓએ ઈશ્વરનો મહિમા કર્યો; અને તેઓએ ભયભીત થઈને કહ્યું કે, 'આજે આપણે અજાયબ વાતો જોઈ છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ બધા આશ્ર્વર્યમાં ગરક થઈ ગયા અને ભયભીત થઈને ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા, “આજે આપણે કેવી અજાયબ બાબતો જોઈ!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એથી સર્વ વિસ્મિત થયા, અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી. તેઓએ ભયભીત થઈને કહ્યું “આજ આપણે અજાયબ જેવી વાતો જોઈ છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બધાજ લોકો અચરત પામી ગયા. તેઓ સ્તુતિ કરવા લાગ્યા. લોકો વિશ્વાસથી નવાઇ પામી દેવના સામથ્યૅ માટે તેઓ ખૂબ માનથી બોલ્યા, “આજે આપણે આજાયબ જેવી વાતો જોઈ છે!”