Luke 5:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના ભાગીદાર બીજી હોડીમાં હતા તેઓને તેઓએ ઇશારો કર્યો કે, તેઓ આવીને તેમને મદદ કરે; અને તેઓએ આવીને બન્ને હોડીઓ માછલાંથી એવી ભરી કે તેઓની હોડીઓ ડૂબવા લાગી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેમણે બીજી હોડીમાંના તેમના ભાગીદારોને આવીને મદદ કરવા ઇશારો કર્યો. તેમણે આવીને બન્‍ને હોડીઓ માછલીઓથી ભરી, એટલે સુધી કે તે ડૂબવા જેવી થઈ ગઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓના ભાગિયા બીજી હોડીમાં હતા તેઓને તેઓએ ઇશારો કર્યો કે, તેઓ આવીને તેઓને સહાય કરે. તેઓએ આવીને બન્‍ને હોડીઓને એવી ભરી કે તેઓ ડૂબવા લાગી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તેઓએ બીજી હોડીમાં બેઠેલા એમના મિત્રોને ઇશારો કર્યો. તેઓ આવ્યા અને બંને હોડીઓમાં એટલી બધી માછલીઓ ભરી કે હોડીઓ ડૂબવા માંડી.