Luke 6:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સર્વ લોકો ઈસુને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા હતા; કેમ કે તેમનાંમાંથી પરાક્રમ નીકળીને સઘળાંને સાજાં કરતું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બધા લોકો તેમને સ્પર્શ કરવા પ્રયત્ન કરતા હતા, કારણ, તેમનામાંથી પરાક્રમ નીકળતું હતું, અને બધાને સાજા કરતું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સર્વ લોકો તેમનો સ્પર્શ કરવાને કોશિશ કરતા હતા, કેમ કે તેમનામાંથી પરાક્રમ નીકળીને સર્વને સાજાં કરતું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બધાજ લોકો ઈસુને સ્પર્શ કરવા કોશિશ કરતાં હતા, કારણ કે તેનામાંથી જે પરાક્રમ નીકળી રહ્યુ હતુ તેનાથી દરેક સાજા થયા હતા!