Luke 6:37 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કોઈનો ન્યાય ન કરો, અને તમારો ન્યાય નહિ કરાશે. કોઈને દોષિત ન ઠરાવો અને તમે દોષિત નહિ ઠરાવાશો. માફ કરો અને તમને પણ માફ કરાશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“બીજાઓનો ન્યાય ન કરો, એટલે તમારો પણ ન્યાય કરવામાં નહિ આવે; બીજાઓને દોષિત ન ઠરાવો, એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહિ આવે; બીજાઓને ક્ષમા આપો, એટલે તમને પણ ક્ષમા આપવામાં આવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કોઈનો ઇનસાફ ન કરો, એટલે તમારો ઇનસાફ કરવામાં નહિ આવે. કોઈને દોષિત ન ઠરાવો, અને તમને કોઈ દોષિત નહિ ઠરાવશે. છોડો ને તમને છોડવામાં આવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“બીજા લોકોનો ન્યાય તમે ના કરો. એટલે તમારો ન્યાય પણ થશે નહિ. બીજા લોકોનો તિરસ્કાર ના કરો. એટલે કોઈ તમારો તિરસ્કાર કરશે નહિ. બીજા લોકોને માફ કરો તેથી તમને માફી મળશે.