Luke 6:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વિશ્રામવારના દિવસે ઈસુ કોઈને સાજો કરશે કે નહિ, તે વિષે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ તેમને જોયા કરતા હતા, એ માટે કે ઈસુ પર દોષ મૂકવાની તેઓને તક મળે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો તથા ફરોશીઓ ઈસુ કંઈક ખોટું કરે તો તેમના પર આરોપ મૂકવાનું કારણ શોધતા હતા; તેથી ઈસુ વિશ્રામવારે કોઈને સાજા કરશે કે કેમ તે જાણવા તેઓ તાકી રહ્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વિશ્રામવારે તે કોઈને સાજો કરશે કે નહિ, તે વિષે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ તાકી રહ્યા હતા, એ માટે કે તેમના પર દોષ મૂકવાને તેઓને નિમિત્ત મળે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વિશ્રામવાર હોવાથી ઈસુ તેને સાજો કરે છે કે નહિ, તે જોવા માટે શાસ્ત્રીઓ અને ફરોશીઓ આતુર હતા. તેઓ ધ્યાનથી જોઈ રહ્યાં હતા જેથી તેઓને ઈસુને દોષિત ઠરાવવા માટે કારણ મળે.