Luke 7:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ જોઈને સર્વને ઘણું ભય લાગ્યું; અને તેઓએ ઈશ્વરનો મહિમા કરીને કહ્યું કે, 'એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે, અને ઈશ્વરે પોતાના લોકો ઉપર રહેમનજર કરી છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બધા ભયભીત થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યા, “આપણી વચ્ચે એક મોટા સંદેશવાહક ઊભા થયા છે, અને ઈશ્વરે પોતાની પ્રજા પર કૃપાદૃષ્ટિ કરી છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એથી સર્વને ભય લાગ્યું; અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું, “એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે, અને ઈશ્વરે પોતાના લોકો પર રહેમનજર કરી છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બધાજ લોકો ભયભીત થયા. તેઓ દેવની સ્તુતી કરતા હતા. તેઓએ કહ્યું, “આપણી પાસે એક મોટો પ્રબોધક આવ્યો છે!” અને તેઓએ કહ્યું, “દેવ તેના લોકોની સંભાળ રાખે છે.”