Luke 7:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તમે શું જોવા ગયા હતા? શું મુલાયમ કપડાં પહેરેલા માણસને? જુઓ, જે ભપકાદાર કપડાં પહેરે છે તથા એશઆરામમાં રહે છે, તેઓ રાજમહેલોમાં હોય છે!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પવનથી હાલતું ઘાસનું તરણું? તમે શું જોવા ગયા હતા? ભપકાદાર વસ્ત્ર પહેરેલો માણસ? ખરી રીતે તો જેઓ એવાં વસ્ત્ર પહેરે છે અને મોજશોખમાં રહે છે તેઓ તો રાજમહેલમાં હોય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો તમે શું જોવા ગયા હતા? શું મુલાયમ વસ્ત્રો પહેરેલા માણસને? જુઓ, જેઓ ભપકાદાર વસ્ત્રો પહેરે છે તથા એશઆરામ ભોગવે છે, તેઓ તો રાજદરબારમાં હોય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે બહાર શું જોવા ગયા હતા? શું સુંદર વસ્ત્ર પરિધાન કરેલા માણસને? ના, તો શું જેઓ ભપકાદાર વસ્ત્રો પહરે છે અને ભોગવિલાસ કરે છે કે જેઓ મહેલોમાં રહે છે.