Luke 7:49 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસુની સાથે જેઓ જમવા બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે, 'આ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ભોજન સમારંભના આમંત્રિતો પોતાના મનમાં કહેવા લાગ્યા, “આ વળી કોણ છે કે જે પાપ પણ માફ કરે છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમની સાથે જેઓ જમવા બેઠા હતા, તેઓ વિચાર કરવા લાગ્યા કે, “એ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જમવાના મેજ પાસે બેઠેલા લોકો તેઓની જાતે વિચાર કરવા લાગ્યા કે, “આ માણસ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?”