Luke 8:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી કોઈ માણસ દીવો સળગાવીને તેને વાસણ નીચે ઢાંકતો નથી, અથવા ખાટલા નીચે મૂકતો નથી; પણ તેને દીવી પર મૂકે છે કે અંદર આવનારાઓને અજવાળું મળે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“દીવો સળગાવીને કોઈ તેને વાસણ નીચે ઢાંકતું નથી, અથવા ખાટલા નીચે મૂકતું નથી. એથી ઊલટું, તે તેને દીવી પર મૂકે છે, જેથી ઘરમાં આવનાર લોકો તેનો પ્રકાશ જોઈ શકે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી કોઈ માણસ દીવો સળગાવીને તેને વાસણ નીચે ઢાંકતો નથી, અથવા ખાટલા નીચે મૂકતો નથી, પણ અંદર આવનારાઓને અજવાળું મળે માટે દીવી પર મૂકે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“કોઈ પણ વ્યક્તિ દીવો સળગાવીને તેને વાસણ તળે ઢાંકતો નથી. અથવા ખાટલા નીચે છુપાવતો નથી. તે માણસ દીવો દીવી પર મૂકે છે તેથી જે લોકો અંદર આવે તેઓને જોવા માટે પૂરતો પ્રકાશ મળશે.