Luke 8:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારો વિશ્વાસ ક્યાં છે?' તેઓ ભયથી આશ્ચર્ય પામ્યા અને એકબીજાને કહેવા લાગ્યા કે, 'આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે અને તે તેમનું માને છે?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેમણે શિષ્યોને કહ્યું, “તમારો વિશ્વાસ કયાં છે?” પણ તે આશ્ર્વર્ય પામ્યા અને ગભરાઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા, “આ કેવા પ્રકારની વ્યક્તિ છે? તે પવન તથા પાણીનાં મોજાંને હુકમ કરે છે, અને તેઓ તેમને આધીન પણ થાય છે!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમણે તેઓને પૂછ્યું, “તમારો વિશ્વાસ ક્યાં છે?” તેઓ બીને આશ્ચર્ય પામ્યા, અને અંદરોઅંદર કહ્યું, “આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે, અને તેઓ તેમનું માને છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તમારો વિશ્વાસ ક્યાં છે?” શિષ્યો ડરીને અચરજ પામ્યા. તેઓએ એકબીજાને કહ્યું, “આ કેવા પ્રકારનો માણસ છે? તે પવન અને પાણીને પણ હૂકમ કરે છે અને તેઓ તેનું માને છે!”