Luke 8:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દુષ્ટાત્માઓ તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં ગયાં; અને ટોળું ટેકરા ઉપરથી ધસારાભેર સમુદ્રમાં પડી ગયું અને ડૂબી મર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી દુષ્ટાત્માઓ એ માણસમાંથી નીકળીને ભૂંડોમાં પ્રવેશ્યા; આખું ટોળું ભેખડ પરથી સરોવરમાં ઢસડાઈ પડયું અને ડૂબી ગયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દુષ્ટાત્માઓ તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં પેઠા. તે ટોળું ભેખડ પરથી સરોવરમાં ધસી પડીને ડૂબી ગયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ભૂતો માણસમાંથી નીકળીને ભૂંડોમાં પેઠા. પછી ભૂંડોનું ટોળું પહાડની ધાર પરથી સરોવરમાં ધસી પડ્યું. બધાજ ભૂંડો ડૂબીને મરી ગયા.