Luke 8:45 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસુએ કહ્યું કે, 'મને કોણે સ્પર્શ કર્યો? અને બધાએ ના પાડી, ત્યારે પિતર તથા જે તેની સાથે હતા તેઓએ કહ્યું કે, 'ગુરુ, ઘણાં લોકો તમારા ઉપર પડાપડી કરે છે, અને તમને દબાવી દે છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુએ પૂછયું, “મને કોણ અડકાયું?” બધાંએ કહ્યું કે અમે નથી અડક્યાં. પિતરે કહ્યું, “ગુરુજી, લોકો તમને ઘેરી વળ્યા છે અને તમારા પર પડાપડી કરે છે!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે ઈસુએ પૂછ્યું, “મને કોણ અડક્યું?” બધાએ ના પાડી, ત્યારે પિતર તથા જેઓ તેમની સાથે હતા તેઓએ તેમને કહ્યું, ” સ્વામી, તમારા ઉપર ઘણા લોકો પડાપડી કરે છે, અને [તમને] ચગદી નાખે છે!”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ઈસુએ કહ્યું, “મને કોણ અડક્યું?” બધા લોકોએ કહ્યું, તેઓએ ઈસુને સ્પર્શ કર્યો નથી. પિતરે કહ્યું, “સ્વામી, તારી આજુબાજુ જે લોકો છે તેઓ તારા પર ધસી રહ્યાં હતાં.”