Luke 8:51 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસુ ઘરમાં પહોંચ્યા, ત્યારે પિતર, યાકૂબ, યોહાન, અને છોકરીનાં માબાપ સિવાય ઈસુએ કોઈને પોતાની સાથે આવવા દીધાં નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે ઘેર આવી પહોંચ્યા ત્યારે તેમણે પિતર, યોહાન અને યાકોબ, તથા છોકરીનાં માતાપિતા સિવાય કોઈને પોતાની સાથે અંદર આવવા દીધાં નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે ઘરમાં આવ્યા, ત્યારે પિતર, યાકૂબ, યોહાન તથા છોકરીનાં માતાપિતા સિવાય તેમણે કોઈને પોતાની સાથે અંદર આવવા દીધું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુ ઘરે આવ્યો. ઈસુએ ફક્ત પિતર, યાકૂબ, યોહાન તથા છોકરીના માબાપને જ તેની સાથે અંદર આવવા દીધા. ઈસુએ બીજા કોઈ પણ માણસને અંદર આવવા દીધા નહિ.