Luke 9:49 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોહાને ઉત્તર આપતા કહ્યું કે, ગુરુ, અમે એક માણસને તમારે નામે દુષ્ટાત્માઓ કાઢતાં જોયો; પણ તે અમારી સાથે આપનો અનુયાયી નહોતો એટલે અમે તેને મના કરી.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોહાન બોલી ઊઠયો, “ગુરુજી, અમે એક માણસને તમારે નામે દુષ્ટાત્મા કાઢતો જોયો, અને અમે તેને મના કરી, કારણ, તે આપણા પક્ષનો નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યોહાને તેમને કહ્યું, “સ્વામી, અમે એક માણસને તમારે નામે દુષ્ટાત્માઓને કાઢતાં જોયો; અને અમે તેને મના કરી, કારણ કે તે આપણી સાથે ચાલતો નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોહાને ઉત્તર આપ્યો, “સ્વામી, અમે એક વ્યક્તિને તારા નામનો ઉપયોગ કરીને ભૂતોને લોકોમાંથી બહાર કાઢતા જોયો. અમે તેને બંધ કરવા કહ્યું, કારણ કે તે આપણા સમુદાયનો નથી.”