Malachi 1:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી તમે કહો છો, "આ કેવું કંટાળાજનક છે,' તમે તેની સામે છીંક્યા છો," સૈન્યોના યહોવાહ કહે છે. "તમે જોરજુલમથી પડાવી લીધેલાં અપંગ, માંદાં પશુઓ લઈને આવો છો, એવાં બલિદાન મને ચઢાવો છો. તો શું હું તમારા હાથથી એવા અર્પણોનો સ્વીકાર કરું?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે કહો છો, ‘અમે તો આ બધાથી કંટાળી ગયા છીએ!’ અને તમે મારી સામે છણકો કરો છો. મને બલિદાન તરીકે અર્પણ કરવા માટે તમે ચોરેલું પ્રાણી અથવા અપંગ કે બીમાર પ્રાણી લાવો છો. તમે એમ માનો છો કે હું તે તમારી પાસેથી સ્વીકારીશ?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તમે કહો છો, “જુઓ, એ તો કેટલું બધું કંટાળો આપનારું છે.” સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “તમે તેમની સામે છીંકયા છો; અને તમે જોરજુલમથી પડાવી લીધેલાં, લંગડાં તથા માંદાં [પશુ] ને લઈ આવીને તેનું બલિદાન આપો છો; એવાં અર્પણ તમે લાવો છો: શું હું તમારા હાથથી એવાંનો અંગીકાર કરું?” એમ યહોવા કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને પછી કહો છો, આ કેવું કંટાળાજનક છે! તમે અપંગ, લૂલાં કે રોગી પશુઓ બલિ તરીકે ચઢાવો તો હું તેનો સ્વીકાર કરું ખરો?” એમ યહોવા કહે છે.