Malachi 2:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું આપણા સર્વના એક જ પિતા નથી? શું એક જ ઈશ્વરે આપણું સર્જન કર્યું નથી? તો શા માટે આપણે આપણા ભાઈઓ સામે વિશ્વાસઘાત કરીને પિતૃઓના કરારનું અપમાન કરીએ?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું આપણે એક જ પિતાનાં સંતાન નથી? શું એક જ ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા નથી? તો પછી આપણે એકબીજા પ્રત્યે આપેલાં આપણાં વચનો કેમ તોડીએ છીએ, અને આપણા પૂર્વજો સાથે ઈશ્વરે કરેલા કરારનો શા માટે ભંગ કરીએ છીએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું આપણ સર્વના એક જ પિતા નથી? શું એક જ ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યાં નથી? તો શા માટે આપણે સર્વ આપણા ભાઈઓ સાથે કપટથી વર્તીને આપણા પૂર્વજોના કરારનો ભંગ કરીએ છીએ?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું આપણા સર્વના પિતા એક જ નથી? શું એક જ દેવે આપણું સર્જન કર્યું નથી? તો પછી આપણા પિતૃઓના કરારનો ભંગ કરીને આપણે આ રીતે શા માટે એકબીજાનો વિશ્વાસઘાત કરીએ છીએ?