Malachi 2:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે કોઈ વંશજોએ આ પ્રમાણે કર્યું હશે, તેમ જ સૈન્યોના યહોવાહને માટે અર્પણ લાવનારને પણ યહોવાહ યાકૂબના તંબુમાંથી નાબૂદ કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એવું કરનારાઓને પ્રભુ ઇઝરાયલના સમાજમાંથી દૂર કરો અને સર્વસમર્થ પ્રભુને આપણી પ્રજા જે બલિદાનો ચઢાવે છે તેમાં તેમને ક્યારેય ભાગીદાર થવા ન દો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એવું કરનાર માણસના જાગતા રહેનારને તથા ઉત્તર આપનારને, અને સૈન્યોના [ઈશ્વર] યહોવાને બલિદાન આપનારને, યહોવા યાકૂબના તંબુઓમાંથી નાબૂદ કરશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે કોઇ એ પ્રમાણે કરે તે બધાનો યહોવા ઇસ્રાએલના સમાજમાંથી બહિષ્કાર કરો. પછી ભલે તેઓ સૈન્યોનો દેવ યહોવાને માટે અર્પણો લાવતા હોય.