Malachi 2:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું આત્માના અંશ વડે તેણે તમને એક બનાવ્યા નથી? અને શા માટે તેમણે તમને એક બનાવ્યા છે? કેમ કે તેઓ ધાર્મિક સંતાનની આશા રાખતા હતા? માટે તમારા આત્મા વિષે સાવધ રહો, કોઈ પણ પોતાની જુવાનીની પત્નીને અવિશ્વાસુ ન રહે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ તમને તમારી પત્ની સાથે એક શરીર અને એક આત્મા કર્યા નહોતા? એમ કરવામાં તેમનો હેતુ શો હતો? એ જ કે તમને જે સંતાન થાય તે ઈશ્વરના ખરેખરા લોક હોય. તેથી તમારામાંનો કોઈ પોતાની પત્ની સાથેનો કરાર તોડે નહિ તેની તકેદારી રાખે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી જેનામાં આત્માનો અંશ હતો, તેણે એ પ્રમાણે કર્યું નથી? તે એક જણે શા માટે એમ કર્યું? તે ધાર્મિક સંતાનની ઈચ્છા રાખતો હતો માટે. એ માટે તમારા મન વિષે સાવધાન રહો, ને કોઈ પણ પોતાની જુવાનીની પત્ની સાથે કપટથી ન વર્તો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું દેવે તેને અને તમને એક દેહ અને એકાત્મા બનાવ્યાં નહોતાં? અને ધર્મસંતતિ સિવાય બીજા શાની તે અપેક્ષા રાખે છે? તમારા મન પર સંયમ રાખો અને તમારી જુવાનીની પત્નીને બેવફા ન બનો.