Malachi 2:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"તેની સાથેનો મારો કરાર જીવન તથા શાંતિ આપવાનો હતો, તે મારો આદર કરે તે માટે મેં તેને તે આપ્યો. તેઓ મારો આદર કરતા હતા અને મારા નામનો ડર રાખતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“મેં મારા કરારમાં તેમને જીવન અને સુખાકારીનું વચન આપ્યું, એ માટે કે તેઓ મારું સન્માન કરે. એ દિવસોમાં તો તેઓ મારો ડર રાખતા હતા અને મારું સન્માન કરતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“ઈઝરાયલ સાથેનો મારો કરાર જીવન તથા શાંતિ [આપવા] નો હતો. તે બીક રાખે એ માટે મેં તેને તે આપ્યાં અને તે મારી બીક રાખતો હતો, ને મારા નામથી ડરતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેની સાથેનો મારો કરાર જીવન તથા શાંતિ આપવાનો હતો. અને તે મેં આપ્યાં. તેમણે મારા પ્રત્યે આદરભાવ રાખવાનો હતો અને પહેલાં તેઓ મારા નામનો ડર રાખીને ચાલતા હતા પણ ખરા.