Malachi 3:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તેમના આવવાનો દિવસ કોણ સહન કરી શકે? અને જ્યારે તેઓ પ્રગટ થશે ત્યારે કોણ ઊભો રહી શકશે? કેમ કે તે ધાતુને શુદ્ધ કરનાર અગ્નિ સમાન તથા ધોબીના સાબુ સમાન છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તેના આગમનનો દિવસ કોણ સહન કરી શકશે? તે પ્રગટ થાય ત્યારે કોણ બચી જશે? તે તો ધાતુ ગાળનારે પેટાવેલ અગ્નિ જેવો અને ધોબીના સાબુ જેવો હશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તેમના આવવાનો દિવસ કોણ સહન કરી શકે? અને તે પ્રત્યક્ષ હાજર થશે ત્યારે કોણ ઊભો રહી શકશે? કેમ કે તે ધાતુ ગાળનારના અગ્નિરૂપ તથા ધોબીના સાબુરૂપ છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પણ તે પ્રગટ થશે ત્યારે તેની સામે કોણ ટકી શકશે? તેના આગમનને કોણ સહન કરી શકશે? કેમ કે તે કિંમતી ધાતુને શુદ્ધ કરનાર અગ્નિ સમાન છે. તે ધોબીના સાબુ સમાન છે.