Malachi 4:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તમે દુષ્ટ લોકોને તમારા પગ નીચે છૂંદશો, સૈન્યોના યહોવાહ કહે છે કે, "જે દિવસે હું આ કરીશ તે દિવસે તેઓ તમારાં પગનાં તળિયાં નીચે રાખ જેવા થશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું જે દિવસે કાર્ય કરીશ ત્યારે તમે દુષ્ટો પર વિજય પામશો અને તેઓ તમારી ચરણરજ સમાન બની જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે દુષ્ટોને [તમારા] પગ નીચે ખૂંદશો; કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું આ પ્રમાણે કરીશ તે દિવસે તેઓ તમારા પગનાં તળિયા નીચે રાખ સમાન થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે તે દિવસે અધમ લોકોને તમારા પગ તળે છૂંદશો. હું આ પ્રમાણે કરીશ. તે દિવસે તેઓ તમારાં પગનાં તળિયાં નીચે રાખની જેમ રગદોળાશે.”