Mark 1:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસુએ તરત જ તેઓને બોલાવ્યા; અને તેઓ પોતાના બાપ ઝબદીને મજૂરોની સાથે હોડીમાં રહેવા દઈને તેમની પાછળ ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ તેમના પિતા ઝબદીને અન્ય મજૂરો સાથે હોડીમાં જ મૂકી દઈને ઈસુની પાછળ ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તરત તેમણે તેઓને બોલાવ્યા. અને તેઓ પોતાના પિતા ઝબદીને નોકરોની સાથે વહાણમાં મૂકીને તેમની પાછળ ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમનો પિતા ઝબદી અને તે માણસો જે તેમના માટે કામ કરતાં હતા, તેઓ તે ભાઈઓ સાથે હોડીમાં હતા. જ્યારે ઈસુએ તે ભાઈઓને જોયા, તેણે તેઓને આવવા કહ્યું. તેઓએ તેમના પિતાને છોડ્યા અને ઈસુની પાછળ ગયા.