Mark 1:44 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને કહ્યું કે, 'જોજે, કોઈને કંઈ કહેતો નહિ; પણ જઈને પોતાને યાજકને બતાવ અને મૂસાએ ફરમાવ્યા પ્રમાણે, તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ કર.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો જે, આ અંગે કોઈને કહીશ નહિ, પણ સીધેસીધો યજ્ઞકાર પાસે જા, અને તેને તારી તપાસ કરવા દે. પછી તું શુદ્ધ થયો છે તે બધાની સમક્ષ સાબિત કરવા મોશેએ ઠરાવેલા બલિદાનનું અર્પણ કર.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે તેને કહે છે, “જોજે, કોઈને કંઈ કહેતો ના. પણ જઈને પોતાને યાજકને બતાવ, અને જે કંઈ મૂસાએ ફરમાવ્યું તેનું, તારા શુદ્ધીકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ કર.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“મેં તારા માટે જે કાંઇ કર્યું તે વિષે તું કોઈ વ્યક્તિને કહીશ નહિ. પણ જા અને યાજકને જઇને બતાવ. અને દેવને ભેટ અર્પણ કર. કારણ કે તું સાજો થઈ ગયો છે. મૂસાએ જે ફરમાન કર્યુ છે તેની ભેટ અર્પણ કર. આથી લોકોને સાક્ષી મળશે કે તું સાજો થઈ ગયો છે”