Mark 10:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની તરફ જોઈને ઈસુને તેના પર પ્રેમ ઊપજયો. અને તેમણે તેને કહ્યું કે, 'તું એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે જઈને વેચી નાખ. ગરીબોને આપ, સ્વર્ગમાં તને ધન મળશે. અને આવ, મારી પાછળ ચાલ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુએ તેની સામે પ્રેમપૂર્વક જોઈને કહ્યું, “તારે એક વાતની જરૂર છે. જા, જઈને તારું સર્વ વેચી દે અને તારા પૈસા ગરીબોને આપી દે; તને સ્વર્ગમાં સમૃદ્ધિ મળશે. પછી આવીને મને અનુસર.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેની તરફ જોઈને ઈસુને તેના પર હેત આવ્યું, ને તેમણે તેને કહ્યું, “તું એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે જઈને વેચી નાખ, ને દરિદ્રીઓને આપી દે, ને આકાશમાં તને દોલત મળશે. અને આવ, મારી પાછળ‍ ચાલ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુએ તે માણસ સામે જોયું. ઈસુને તેના પર હેત આવ્યું. ઈસુએ કહ્યું, “તું એક વાત સબંધી અધૂરો છે. જા અને તારી પાસે જે બધું છે તે વેચી નાખ. પૈસા ગરીબ લોકોને આપ. તને આકાશમાં તેનો બદલો મળશે. પછી આવ અને મને અનુસર.”