Mark 10:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસુની વાતોથી શિષ્યો આશ્ચર્ય પામ્યા પણ ઈસુ ફરી જવાબ આપતાં તેઓને કહે છે કે, 'બાળકો, મિલકત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું છે!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શિષ્યો એ શબ્દો સાંભળી ચોંકી ઊઠયા, પણ ઈસુએ કહેવાનું ચાલુ રાખ્યું, “મારાં બાળકો, ઈશ્વરના રાજમાં પેસવું એ કેટલું અઘરું છે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેમની વાતોથી શિષ્યો અચંબો પામ્યા. પણ ઈસુ ફરી ઉત્તર આપીને તેઓને કહે છે, “વત્સ, દોલત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું અઘરું છે!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુએ જે કહ્યું તેથી શિષ્યો આશ્ચર્યચકિત થયા. પણ ઈસુએ ફરીથી કહ્યું, “મારાં બાળકો, દેવના રાજ્યમાં પ્રવેશવું તે ઘણું કઠિન છે!