Mark 13:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ભાઈ ભાઈને તથા પિતા છોકરાંને મરણદંડને સારુ પકડાવશે; છોકરાં માબાપની સામે ઊઠશે અને તેઓને મારી નંખાવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માણસો પોતાના જ ભાઈઓને મારી નંખાવા સોંપશે, અને પિતાઓ પણ પોતાનાં સંતાનોને તેવું જ કરશે; સંતાનો તેમનાં માબાપની વિરુદ્ધ થઈ તેમને મારી નંખાવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ભાઈ ભાઈને તથા પિતા છોકરાને મરણદંડને માટે પરસ્વાધીન કરશે, અને છોકરાં પોતાના માતાપિતાની સામે ઊઠશે, ને તેઓને મારી નંખાવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ભાઈઓ પોતાના ભાઈઓની વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા સોંપશે. પિતા પોતાના બાળકોની વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા સોંપશે. બાળકો તેમના માતાપિતાની વિરૂદ્ધ થશે અને તેમના માબાપને મારી નંખાવવાના રસ્તા શોધશે.