Mark 13:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો પ્રભુએ તે દિવસોને ઓછા કર્યા ન હોત, તો કોઈ માણસ ન બચત; પણ જેઓને તેમણે પસંદ કર્યા તેઓને માટે તેમણે આ દિવસોને ટૂંકા કર્યા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ એવા દિવસોની સંખ્યા ઘટાડી છે. જો તેમણે એમ ન કર્યું હોત, તો કોઈ પણ બચી શક્ત નહિ. પણ પોતાના પસંદ કરેલા લોકોને ખાતર તેમણે એ દિવસોની સંખ્યા ઘટાડી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો પ્રભુએ એ દિવસોને ઓછા કર્યા ન હોત તો કોઈ માણસ બચત નહિ; પણ જે પસંદ કરેલાઓને તેમણે પસંદ કર્યા તેઓને લીધે તેમણે એ દિવસોને ઓછા કર્યા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે ભયંકર સમયને ટૂંકો કરવાનો નિર્ણય દેવે કર્યો છે. જો તે સમયને ટૂંકો કરવામાં ન આવ્યો હોત તો પછી કોઈ વ્યક્તિ જીવતી રહી શકી ના હોત. પણ દેવે તેણે પસંદ કરેલા તેના ખાસ લોકોને માટે તે સમય ટૂંકો કર્યો છો.